લખાણ પર જાઓ

સિંહાકૃતિ

વિકિપીડિયામાંથી
HRoestBot (ચર્ચા | યોગદાન) (r2.6.5) (રોબોટ ઉમેરણ: it:Emblema dell'India) દ્વારા ૨૨:૧૫, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
ભારતનું રાજચિન્હ
ચિત્ર:Sarnath Lion Capital of Ashoka.jpg
આ મૂળ રેતીયા ખડકમાં થી કોતરેલ સિંહાકૃતિ છે અશોક સ્તંભની ઉપર તેને ઈ.પૂ ૨૫૦માં મૂકાઈ હતી.હવે જેને સારનાથના સંગ્રહાલયમાં મૂકાયેલ છે.

ભારતનું રાજ ચિન્હ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.

જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુલાકર ઓટલા પર ઊભા છે. તે વર્તુળકાર ઓટલાની ઊભી બાજુપર એક હાથીૢ દોડતો ઘોડોૢ એક આખલો અને એઅક સિંહ ની આકૃતિ કોતરાયેલ છે તે દરેકની વચ્ચે ધર્મ ચક્ર કે અશોક ચક્ર છે. આ ઓટલો એક ઉલ્ટા કરેક કમળ આકર પર ગોઠવાયેલ છે. આ સમગ્ર શિલ્પ એક અખંડ રેતીયા પથ્થરમાંથી કોતરાયેલ છે.

આ ચાર સિઁહો (એક પાછળ હોવાથી નથી દેખાતો) એ શક્તિૢ બહાદૂરીૢ માન અને આત્મ વિશ્વાસનું પ્રતીક છે. - જે વર્તુળાકર ઓટલા પર સ્થિત છે. આ ઓટલાની ચારે તરફ નાના પ્રાણીઓ છે - જે ચાર દિશાના રખેવાળ છે: the ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો અને પશ્ચિમમાં આખલો. આ ઓટલો પૂર્ણ ખીલેલા ઉલ્ટા કમળ પર સ્થિત છે, જે જીવનની જીવનનો ઉત્સ્ફૂર્ત ઝરો અને રચનાત્મકતાનું પ્રતીક છે. તેની નીચે 'સત્યમેવ જયતે' એ સૂત્ર દેવનાગરીમાં લખેલુ છે જેનો અર્થ છે 'સત્યનો જ વિજય થાય છે'.


રાજ ચિન્હ તરીકે વપ્રાયેલ આકૃતિમાં ઊલ્ટા કમળનો ભાગ નથી વપરાયો. સિંહોની નીચીના ઓટલાની કેંદ્રમાં ધર્મ ચક્ર દેખાય છે તેનીજમણી તરફ બળદ અને ડાબી તરફ દોડતો અશ્વ દેખાય છે તેની કિનારીએ બે ધ્ર્મ ક્રની કિનાર દેખાય છે.[૧]

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આ ચિન્હને રાષ્ટ્રીય ચિન્હ તરીકે અપનાવાયું હતું જે ભારતનો ગણતંત્ર દિવસ હતો. [૨].

ચિત્ર:Indian passport Cover1.jpg
ભારતીય પાસપોર્ટ

આ ચિન્હ દરેક સરકારી કાગળ પર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે. ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ ડ્રાયવીંગ લાયસંસ પર પણ તે દેખાય છે. આ ચિન્હના આધાર પર દેખાતું અશોક ચક્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન પામ્યું છે.



સંદર્ભ

બાહ્ય કડીઓ