લખાણ પર જાઓ

લીચી (ફળ)

વિકિપીડિયામાંથી
સતિષચંદ્ર (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૪:૦૨, ૮ જૂન ૨૦૧૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

લીચી
લીચીના વૃક્ષ પર પાકેલી લીચી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Sapindales
Family: Sapindaceae
Genus: ''Litchi''
Sonn.
Species: ''L. chinensis''
દ્વિનામી નામ
Litchi chinensis
Sonn.
लीची (खाद्य भाग)
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ276 kJ (66 kcal)
કાર્બોદિત પદાર્થો
16.5 g
રેષા1.3 g
વિટામિનો
વિટામિન સી
(87%)
72 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)
5 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
ફોસ્ફરસ
(4%)
31 mg

खाद्य भाग पूर्ण भार का 60% होया है
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામલીચી ચાઈનેન્સીસ (Litchi chinensis) છે, જીનસ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબૈરી વર્ગનું ફળ ગણાય છે. આ ઊષ્ણકટિબન્ધીય ફ઼ળ છે તેમ જ તેનું મૂળ નિવાસ ચીન છે. આ ફળ સામાન્યતઃ મૈડાગાસ્કર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ તાઇવાન, ઉત્તરી વિયતનામ, ઇંડોનેશિયા, થાઈલૈંડ, ફિલીપીંસ અને દક્ષિણ અફ્રીકા વગેરે દેશોમાં જોવા મળે છે.

સામસીંગ, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ, ભારત ખાતે લીચીના વૃક્ષ પર ફુલો (મ્હોર).

લીચીનું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવતું બારેમાસ લીલું રહેતું હોય છે, જેની ઉંચાઇ ૧૫ થી ૨૦ મીટર જેટલી હોય છે. આ ઝાડનાં ઑલ્ટર્નેટ પાઇનેટ પાંદડાંઓ, લગભગ ૧૫ થી ૨૫ સેં.મી. જેટલાં લાંબા હોય છે. નવાં પાંદડાં ઉજળા તામ્રવર્ણી હોય છે અને તેનું પૂર્ણ કદ અને આકાર થાય ત્યાં સુધીમાં લીલાં થતાં જાય છે. પુષ્પ નાનાં હરિત-શ્વેત અથવા પીત-શ્વેત વર્ણ ધરાવતાં હોય છે, જે ૩૦ સેં.મી. લાંબી કુમળી દાંડી પર લાગે છે. લીચીનું ફળ ડ્રૂપ પ્રકારનું હોય છે. ૩ થી ૪ સે.મી. જેટલું લાંબુ અને અને ૩ સે.મી વ્યાસ ધરાવતું હોય છે. ફળની છાલ ગુલાબી-લાલથી મરૂન રંગનું અને દાણાદાર હોય છે, જે અખાદ્ય તથા સરળતાથી હટાવી શકાય છે. છાલની અંદર એક મીઠા સ્વાદ વાળું, દૂધિયા શ્વેત ગર્ભ ધરાવતું અને વિટામિન- સીથી ભરપૂર હોય છે. તેની કોઇ કોઇ પેશીઓ દ્રાક્ષ જેવી, જાડો ગર તેના એકદળી, ભૂરા રંગના, ચીકણા માવા જેવા બીજને ઢંકાયેલો હોય છે. આ બીજ ૨ સેમી લાંબુ અને ૧.૫ સેમી વ્યાસ ધરાવતું ઓવલ આકારનું હોય છે. આ બીજ અખાદ્ય હોય છે. લીચીનાં ફળ જુલાઈ માસથી ઓક્ટોબર માસમાં ફ઼ૂલ આવ્યા બાદ લગભગ ત્રણ માસ પછી પરિપકવ બને છે. લીચીની બે ઉપ-જાતિઓ છે:-

  • લીચી ચિનેન્સિસ, ઉપજાતિ:ચાઈનેન્સીસ, : ચીન, ઇંડોનેશિયા, લાઓસ, કમ્બોડિયામાં પાંદડાઓ ૪ થી ૮.
  • લીચી ચિનેન્સિસ, ઉપજાતિ: ફિલીપિનેન્સિસ: ફિલીપીંસ, ઇંડોનેશિયામાં પાંદડાઓ ૨ થી ૪.