લખાણ પર જાઓ

કરેણ

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કરેણ (અંગ્રેજી: Oleander, જૈવિક નામ: Nerium oleander) એ એક સપુષ્પીય વનસ્પતિ છે, જે સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું અને ધોળી, રાતી, પીળી, ગુલાબી રંગનાં એવા ચાર જાતોના ફૂલો વાળુ સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે.

કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે[૧], જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.

આર્યુવેદમાં

  • સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.
  • દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો. સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું.
  • કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે. સફેદ કરેણના મૂળની છાલ, સફેદ ચણોઠીની દાળ તથા કાળા ધતૂરાનાં પાનની ચટણી કરી તલના તેલમાં ઉકાળી તે તેલનું લકવાગ્રસ્ત અંગ પણ માલિશ કરવાથી ધીમે ધીમે લકવો મટે છે.

છબીઓ

સંદર્ભ

  1. Kathleen Norris Brenzel (2007). Sunset Western Garden Book. પૃષ્ઠ 495.