લખાણ પર જાઓ

વિશ્વ મહાસાગરો દિવસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: mk:Светски ден на океаните
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: nl:Wereld Oceanen Dag
લીટી ૩૦: લીટી ૩૦:
[[mk:Светски ден на океаните]]
[[mk:Светски ден на океаните]]
[[ms:Hari Lautan Sedunia]]
[[ms:Hari Lautan Sedunia]]
[[nl:Wereld Oceanen Dag]]
[[no:Verdenshavenes dag]]
[[no:Verdenshavenes dag]]
[[pt:Dia Mundial dos Oceanos]]
[[pt:Dia Mundial dos Oceanos]]

૦૪:૧૧, ૯ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

દર વર્ષની તારીખ જૂન ૮ ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે વિશ્વ મહાસાગરો દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે, જેની શરૂઆત ઈ. સ. ૨૦૦૯ના વર્ષથી કરાયેલ છે.[૧] આ સંકલ્પની રજૂઆત ૮મી જૂન ૧૯૯૨ નાં રોજ,'રિઓ દ્ જાનેરો' બ્રાઝીલ માં મળેલ પૃથ્વી સંમેલન (Earth Summit)માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આજ સુધી દર વર્ષે આ દિવસને,અનધિકૃત રીતે, વિશ્વ મહાસાગરો દિવસ રૂપે મનાવવામાં આવતો હતો.[૨]

વિશ્વ મહાસાગર દિવસ એ વિશ્વનાં મહાસાગરોનું સન્માન કરવાની તક રૂપે ઉજવવામાં આવે છે, મહાસાગરો દ્વારા પ્રાપ્ત વસ્તુઓ જેમકે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની ઉજવણીરૂપે આ દિવસ મનાવાય છે. વૈશ્વિક પ્રદુષણ અને માછલીઓના વધુ પ્રમાણમાં સંહારને કારણે કેટલીય સમુદ્રી પ્રજાતિઓ વિનાશનાં આરે પહોંચી ગયેલ છે. જેનાથી સમુદ્રને બચાવવા માટેના પ્રયત્નો આ દિવસે કરવામાં આવે છે.

'મહાસાગર પરિયોજના', 'વિશ્વ મહાસાગર નેટવર્ક' સાથે ભાગીદારીમાં કામ કરે છે, જે આપણાં જીવનમાં મહાસાગરોની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાનું અને તેમાં લોકોની મહત્વની મદદ મેળવવાનું કાર્ય કરે છે. વિશ્વ મહાસાગર દિવસ આપણને, જનજાગૃતિ વડે સમુદ્ર કિનારાઓની સ્વચ્છતા, શૈક્ષણિક કાર્યક્રમો, કલા પ્રતિયોગિતાઓ, ચલચિત્ર મહોત્સવો અને અન્ય કેટલાયે પ્રાસંગીક કાર્યક્રમો દ્વારા સીધા સંકળાઇને, મહાસાગરોનાં બચાવ દ્વારા આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક આપે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘનો ૨૦૦૯ ના વિશ્વ મહાસાગરો દિવસ નો અધિકૃત વિષય (theme) : "આપણા મહાસાગર,આપણી જવાબદારી"
અનધિકૃત વિશ્વ મહાસાગરો દિવસનો વિષય :"એક મહાસાગર,એક આબોહવા,એક ભવિષ્ય".

સંદર્ભ

  1. Resolution adopted by the General Assembly, 63/111. Oceans and the law of the sea, paragraph 171: "Resolves that, as from 2009, the United Nations will designate 8 June as World Oceans Day". 5 December 2008
  2. વિશ્વ મહાસાગરો દિવસ વિશે. મહાસાગર પરિયોજના

બાહ્ય કડીઓ