લખાણ પર જાઓ

રુક્મિણી

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રુક્મિણી
શ્રદ્ધા અને ભક્તિની દેવી
રુક્મિણીજી તેમના પતિ શ્રીકૃષ્ણ સાથે
જોડાણોમાધવપ્રિયા, કૃષ્ણપ્રિયા, દ્વારિકેશ્વેરી
રહેઠાણદ્વારિકા, ગોલોક
પ્રતીકશ્વેત કમળ
ગ્રંથોમહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, સ્કંદ પુરાણ, હરિવંશ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ દેવીભાગવત
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
વિદર્ભ
જીવનસાથીકૃષ્ણ
માતા-પિતા
  • ભીષ્મક (પિતા)
  • રુકમાઈ (માતા)
શ્રી રુક્મિણી દ્વારિકાધીશ મંદિર

રુક્મિણી લક્ષ્મી નો અવતાર મનાય છે.[૧] તેઓ ભગવાન કૃષ્ણની સૌથી પ્રિય પત્ની હતા. મહાભારત અનુસાર કૃષ્ણ સૌથી વધુ રુક્મિણીને પ્રેમ કરતા હતા.[૧]

તેમનો જન્મ વિદર્ભના રાજા ભીષ્મક અને માતા રુકમાઇ થકી થયો હતો. તેમના ભાઈનું નામ રૂકમી હતું જે કૃષ્ણનો વિરોધી હતો. પરંતુ રુક્મિણી પ્રારંભથી કૃષ્ણને પ્રેમ કરતી હતી. તેના ભાઈ રુકમીને આ વાત ખબર પડતાં તેણે રુકિમણીના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે કરવાનું નક્કી કર્યું. આથી દુઃખી થઈ રુકમિણીએ કૃષ્ણને પત્ર લખી પોતાનું હરણ કરી લઈ જવાનું કહ્યું અને એ પ્રમાણે કૃષ્ણએ રુકમિને યુદ્ધમાં હરાવી રુક્મિણીનું હરણ કર્યું[૧] અને માધવપુરમાં તેમની સાથે વિવાહ કર્યા.

કૃષ્ણએ રુક્મિણીને પોતાની પટ્ટરાણી બનાવી. રુક્મિણીને ૧૧ સંતાન થયાં જેમાં પ્રદ્યુમ્ન સૌથી બળવાન પુત્ર હતો જે સમય જતા દ્વારકાનો રાજા બન્યો.

દેહત્યાગ

જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે રુક્મિણી આ આઘાત સહન ન કરી શકી. કૃષ્ણના વિયોગમાં તેણે કૃષ્ણના મૃતદેહને સાથે લઈ ને અગ્નિપ્રવેશ કરી વૈકુંઠગમન કર્યું.

ભારતીય લોકસંસ્કૃતિમાં રુક્મિણી

આમ તો આખા ભારતમાં રુક્મિણી કૃષ્ણ સાથે પૂજાય છે પણ વારકરી સંપ્રદાય જેવા સંપ્રદાયોમાં રુક્મિણીને સર્વોચ્ય દેવી તરીકે પૂજવામાં આવે છે. આ સંપ્રદાય અને આખા મહારાષ્ટ્રમાં તેમની ભગવાન વિઠ્ઠલ (કૃષ્ણ) સાથે પૂજા કરવામાં આવે છે. આ સિવાય દક્ષિણ ભારતમાં રુક્મિણીને અનુલક્ષી ને સંપ્રદાય પણ અસ્તિત્વ ધરાવે છે જે રુક્મિણી સંપ્રદાય તરીકે ઓળખાય છે.

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Birth and Marriage of Rukmini" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-23.