લખાણ પર જાઓ

લીચી (ફળ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 59 interwiki links, now provided by Wikidata on d:q13182 (translate me)
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
 
લીટી ૪૨: લીટી ૪૨:
* [http://www.abhivyakti-hindi.org/ss/leechi.htm લીચીના આરોગ્યમાં ફાયદાઓ]
* [http://www.abhivyakti-hindi.org/ss/leechi.htm લીચીના આરોગ્યમાં ફાયદાઓ]
* [http://www.hort.purdue.edu/newcrop/morton/lychee.html હુંફાળા વાતાવરણનું ફળ : લીચી]
* [http://www.hort.purdue.edu/newcrop/morton/lychee.html હુંફાળા વાતાવરણનું ફળ : લીચી]
* [http://www.crfg.org/pubs/ff/lychee.html કેલિફોર્નિયા નહિવત જોવા મળતા ફળના ઉત્પાદકો: લીચી ફળની વાસ્તવિકતાઓ]
* [http://www.crfg.org/pubs/ff/lychee.html કેલિફોર્નિયા નહિવત જોવા મળતા ફળના ઉત્પાદકો: લીચી ફળની વાસ્તવિકતાઓ] {{Webarchive|url=https://web.archive.org/web/20080913172151/http://www.crfg.org/pubs/ff/lychee.html |date=2008-09-13 }}
* [http://www.gorgecreekorchards.com.au/lychees.html ઓસ્ટ્રેલિયામાં લીચી]
* [http://www.gorgecreekorchards.com.au/lychees.html ઓસ્ટ્રેલિયામાં લીચી]



૧૩:૪૮, ૨૬ ઓગસ્ટ ૨૦૨૧એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

લીચી
લીચીના વૃક્ષ પર પાકેલી લીચી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: મેગ્નોલિઓફાયટા
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: સેપિન્ડેલ્સ
Family: સેપિન્ડેસી
Genus: લીચી (Litchi)
Sonn. (Pierre Sonnerat)
Species: ચાઇનેન્સીસ (L. chinensis)
દ્વિનામી નામ
લીચી ચાઇનેન્સીસ (Litchi chinensis)
Sonn.
લીચી (ખાદ્ય ભાગ))
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ276 kJ (66 kcal)
કાર્બોદિત પદાર્થો
16.5 g
શર્કરા15.2 g
રેષા1.3 g
0.4 g
0.8 g
વિટામિનો
વિટામિન સી
(87%)
72 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)
5 mg
મેગ્નેશિયમ
(3%)
10 mg
ફોસ્ફરસ
(4%)
31 mg

ખાદ્ય ભાગ, પૂર્ણ ભારના ૬૦% ગણવામાં આવ્યો છે
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ (Litchi chinensis) છે, પ્રજાતિ લીચીનો એકમાત્ર સદસ્ય છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. ઊષ્ણકટિબન્ધીય ફળ છે તેમ જ તેનું મૂળ નિવાસ ચીન છે. આ ફળ સામાન્યતઃ મડાગાસ્કર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ તાઇવાન, ઉત્તરી વિયેતનામ, ઈંડોનેશિયા, થાઇલેન્ડ, ફીલીપાઈન્સ અને દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં જોવા મળે છે.

લીચીનું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવતું બારમાસી વૃક્ષ છે, જેની ઉંચાઇ ૧૫ થી ૨૦ મીટર જેટલી હોય છે. આ ઝાડનાં પાંદડા એકાંતરિત પીંછાકાર હોય છે, લગભગ ૧૫ થી ૨૫ સેં.મી. જેટલાં લાંબા હોય છે. નવાં પાંદડાં ઉજળા તામ્રવર્ણી હોય છે અને તેનું પૂર્ણ કદ અને આકાર થાય ત્યાં સુધીમાં લીલાં થતાં જાય છે. પુષ્પ નાનાં લીલાશ પડતાં કે પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે, જે ૩૦ સેં.મી. લાંબી કુમળી દાંડી પર લાગે છે.

લીચીનું ફળ ઠળીયાવાળું (ડ્રૂપ પ્રકારનું) હોય છે. ૩ થી ૪ સે.મી. જેટલું લાંબુ અને અને ૩ સે.મી વ્યાસ ધરાવતું હોય છે. ફળની છાલ ગુલાબી-લાલથી મરૂન રંગની અને દાણાદાર હોય છે, જે અખાદ્ય છે, પરંતુ સરળતાથી હટાવી શકાય છે. છાલની અંદર એક મીઠા સ્વાદ વાળું, દૂધિયા શ્વેત ગર્ભ ધરાવતું અને વિટામિન- સીથી ભરપૂર ફળ હોય છે. તેની કોઇ કોઇ પેશીઓ દ્રાક્ષ જેવી, જાડો ગર તેના ભૂરા રંગના, ચીકણા માવા જેવા બીજને વિંટળાયેલો હોય છે. આ બીજ ૨ સેમી લાંબુ અને ૧.૫ સેમી વ્યાસ ધરાવતું લંબગોળા આકારનું હોય છે. આ બીજ અખાદ્ય હોય છે. લીચીનાં ફળ જુલાઇ માસથી ઓક્ટોબર માસમાં ફૂલ આવ્યા બાદ લગભગ ત્રણ માસ પછી પરિપકવ બને છે.

લીચીની બે ઉપ-જાતિઓ છે:-

  • લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ચાઈનેન્સીસ, : ચીન, ઇંડોનેશિયા, લાઓસ, કમ્બોડિયામાં પાંદડાઓ ૪ થી ૮.
  • લીચી ચાઇનેન્સીસ, ઉપજાતિ: ફિલીપાઇનેન્સીસ: ફિલીપાઇન્સ, ઇંડોનેશિયામાં પાંદડાઓ ૨ થી ૪.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચીન દેશના અતિ પ્રાચીન કાળમાં તંગ વંશના રાજા જુઆંગ જોંગનું પ્રિય ફળ હતું. રાજા પાસે આ ફળ દ્રુતગામી અશ્વો દ્વારા પહોંચાડવામાં આવતું હતું, કારણ કે આ ફળનું ઉત્પાદન માત્ર દક્ષિણ ચીનના એક પ્રાંતમાં જ થતું હતું. લીચીના ફળને પશ્ચિમના દેશોમાં પિયરે સોન્નેરૈટ દ્વારા પ્રથમ વર્ણિત કરવામાં આવ્યું હતું. (ઇ. સ. (૧૭૪૮ - ૧૮૧૪)ના સમયકાળ દરમ્યાન, એમની દક્ષિણ ચીન યાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા બાદ) ઇ. સ. ૧૭૬૪ના વર્ષમાં લીચી રિયૂનિયન દ્વીપ ખાતે જોસેફ ફ્રૈંકોઇસ દ પાલ્મા દ્વારા લાવવામાં આવી, અને ત્યારબાદ આ ફળ મડાગાસ્કર ખાતે આવ્યું, અને તે આ ફળનું મુખ્ય ઉત્પાદક બની ગયું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સામસીંગ, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ, ભારત ખાતે લીચીના વૃક્ષ પર ફુલો (મ્હોર).